Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મરાઠી નવલકથા પરથી સિરીઝઃ ઇન્દોરી ઇશ્ક

વેબ સિરીઝની દુનિયામાં આ ગુરૂવારે એટલે કે દસમીએ 'ઇન્દોરી ઇશ્ક' નામની સિરીઝ આવી રહી છે. જેમાં પ્રેમ-દગાની કહાની છે. ફલેમ્સ અને લાખો મેં એક જેવા શોમાં કામ કરી ચુકેલો રૂત્વીક સાહોરે આ સિરીઝમાં ઇન્દોરના કૃણાલ નામના યુવકના રોલમાં અને છેલ્લે ડ્રીમ ગર્લમાં જોવા મળેલી વેદીકા ભંડારી તારાના રોલમાં છે. ઇન્દોરમાં રહેતા અને સ્કૂલમાં ભણતા કૃણાલને તારા ગમવા માંડે છે. પ્રપોઝ થાય છે અને લવ-સ્ટોરી શરૂ થાય છે. પણ શાળાનું ભણતર પુરૂ થતાં કૃણાલ મુંબઈની કૉલેજમાં આવે છે. બીજી બાજુ તારા દગો કરી આગળ નીકળી જાય છે. આ કારણે સીધો સરળ કૃણાલ દારૂ પીવાના રવાડે ચડી જાય છે. તેનું એક જ કામ છે ડ્રીંક, સ્મોકીંગ અને તારાને યાદ કરવાનું. નિર્દેશન સમીત કક્કડનું છે. રૂત્વીક, વેદીકા સાથે અક્ષય કુલકર્ણી, ધીર હીરા, ડોના મુનસી, તિથિ રાજ અને મીરા જોશી સહિતના કલાકારો છે. આ સિરીઝ નવ એપિસોડમાં કૃણાલ મરાઠેની નવલકથા 'ઠરકી' પરથી બનાવાઇ છે.

(11:02 am IST)