Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અદ્દભુત કહાની જોવા મળશેઃ વિદ્યા બાલન

વિદ્યા બાલનની ખુબ રાહ જોવાઇ રહેલી ફિલ્મ શેરની અઢારમી જુને ભારત સહિત ૨૪૦ દેશોમાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. જેમાં વિદ્યા બાલન ઇમાનદાર મહિલા ફોરેસ્ટ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળશે. ટ્રેલર લોકોને ખુબ ગમ્યું છે. વિદ્યા કહે છે-મેં પહેલીવાર શેરનીની કહાની સાંભળી હતી ત્યાં જ મને એ આકર્ષક અને દિલચશ્પ લાગી હતી. ફિલ્મમાં સંવેદનશીલ વિષય છે. મનુષ્ય અને પશુ નહિ પણ મનુષ્ય-મનુષ્ય વચ્ચેની સમાનતા, આંતરીક સમજણ અને સહઅસ્તિત્વની વાત છે. બેમિસાલ પાત્રો અને અદ્દભુત કહાની લોકોને જોવા મળવાની છે. નિર્દેશક અમિત માસુરકર કહે છે આ ફિલ્મની સમગ્ર ટીમ સાથે કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના લોકો સુધી અમારી આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મથી પહોંચશે. નિર્માતા ભુષણ કુમાર અને વિક્રમ કહે છે આ એવી ફિલ્મ છે જે આજના સમયની જરૂરિયાત છે, અપરંપરાગત  એવી પ્રેરક કહાનીને રજૂ કરવી એ ગોૈરવરૂપ છે.

(11:03 am IST)