Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પ્રમોશન વિથ બેબી બમ્‍પ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની આગામી ફિલ્‍મ ‘બ્રહ્માષા'ના પ્રમોશનની શરૂઆત કરી દીધી છે

મુંબઇ,તા. ૮ : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની આગામી ફિલ્‍મ ‘બ્રહ્માષા'ના પ્રમોશનની શરૂઆત કરી દીધી છે. પ્રેગ્નન્‍ટ આલિયાનું બેબી-બમ્‍પ સ્‍પષ્ટ છે. આલિયા અને રણબીર ઘણા સમય બાદ સાથે જોવા મળ્‍યાં છે. આલિયા તેની હોલીવુડ ફિલ્‍મ ‘હાર્ટ ઓફ સ્‍ટોન'નું શૂટિંગ પૂરું કરીને લંડનથી પાછી ફરી છે. તેના ચહેરા પર પ્રેગ્નન્‍સીનો ગ્‍લો દેખાઈ રહ્યો છે. અયાન મુખરજીની ‘બ્રહ્માષા' ૯ સપ્‍ટેમ્‍બરે હિન્‍દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્‍મમાં તેની સાથે અમિતાભ બચ્‍ચન, નાગાર્જુન અને મૌની

રોય પણ લીડ રોલમાં છે. પ્રમોશનમાં આલિયા શોર્ટ બ્રાઉન ડ્રેસમાં અને તેનો હસબન્‍ડ રણબીર બ્‍લેક આઉટફિટમાં જોવા મળ્‍યો હતો.

(10:47 am IST)