Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

એસપી પૃથ્વીસિંહના રોલમાં રોનિત રોયનું કાલથી આગમન

કોરોના કાળ પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર એક જબરદસ્ત ક્રાઇમ થ્રિલર સિરીઝ હોસ્ટેજ આવી હતી. જે ખુબ સફળ રહી હતી. હવે તેની બીજી સિઝન આવી રહી છે. આ બુધવારે હોસ્ટેજ-૨ સ્ટ્રીમ થઇ રહી છે. સિરીઝમાં નિડર એસપી પૃથ્વીસિંહના રોલમાં રોનિત રોયએ જબરદસ્ત અભિનય આપ્યો છે. દર્શકોએ તેના ખુબ વખાણ કર્યા હતાં. ફરીથી રોનિત એસપીના રોલમાં આવી રહ્યો છે. હોસ્ટેજની બીજી સિઝનનું ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકો સતત આ સિરીઝની બીજી સિઝન જલ્દીથી જોવા મળે તેવી ઇચ્છા ધરાવતાં હતાં. ટ્રેલરમાં અનેક ટ્વિસ્ટ પણ જોવા મળ્યા છે. જેમાં એ પણ બતાવાયું છે કે એસપી પૃથ્વીસિંહ પોતાની પત્નિનો જીવ બચાવવા કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. પૃથ્વીસિંહ પોતાની પત્નિનો જીવ બચાવવા મુખ્યમંત્રી હાન્ડાનું અપહરણ કરે છે. આગલી ચાલ શું હશે? તે ટ્વિસ્ટ સાથે બીજી સિઝનની શરૂઆત થશે.  રોનિત રોય સાથે દાલિપ તાહિલ, સૂર્યા શર્મા, આશીમ ગુલાટી, અનંગશા વિશ્વાસ અને મોહન કપૂર અગાઉની ભુમિકા નિભાવશે. જ્યારે દિવ્યા દત્તા, ડીનો મોરીયા, શિબાની દાંડેકર, શ્વેતા બસુ પ્રસાદ, શિલ્પા શુકલા, અમિત સિયાલ અને કંવલજીતસિંહ નવા પાત્રોમાં જોવા મળશે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ સિરીઝ સ્ટ્રીમ થશે.

(9:57 am IST)