Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અભિનય માટે બહેને પ્રેરણા આપી હતીઃ શ્રુતિ

અભિનેત્રી શ્રુતિ ઝાને લોકો તેના કુમકુમ ભાગ્ય નામના શોને કારણે વધુ ઓળખે છે. આ શોમાં તે અભીના રોલમાં શબ્બીર અહલુવાલીયા સાથે કામ કરી રહી છે. બંનેની જોડી દર્શકોને ખુબ પસંદ પડે છે. સોમથી શુક્ર રાતે નવ વાગ્યે ઝી ટીવી પર દેખાડવામાં આવતી આ સિરીયલની અભિનેત્રી શ્રુતિએ કહ્યું હતું કે હું અગાઉ સ્કૂલના સમયમાં નાટકોમાં ખુબ ભાગ લેતી હતી. મેં કદી પણ અભિનયના ફિલ્ડમાં આવવાનું વિચાર્યુ નહોતું. હું ખુબ જ શરમાળ હતી. પણ મારી બહેન મિનાક્ષીએ મને અભિનયમાં કારકિર્દી ઘડવા આગળ વધારી હતી. હું પહેલી વખત ઓડિશન આપવા ગઇ ત્યારે મને આશા જ નહોતી કે હું સિલેકટ થઇશ. મોડેલીંગ એજન્સીના એ ઓડિશનમાં હું મેકઅપ વગર સીધી જ કોલેજથી પહોંચી ગઇ હતી. અનેક સુંદર છોકરીઓ ત્યાં કતારમાં હતી. મેં ચશ્મા પણ પહેરેલા હતાં. મને એ લોકોએ ચશ્મા કાઢી નાંખવા કહ્યું હતું. મને એમ જ હતું કે મને કામ નહિ જ મળે. પણ મારી નેચરલ એકટીંગ એમને ગમી અને હું સિલેકટ થઇ. બિહારના બેગુસરાયની શ્રુતિ હવે મુંબઇમાં રહે છે.

(9:57 am IST)