Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સાઉથના સુપરસ્ટાર મામુટી પાસે છે ૩૬૯ કારઃ પાર્ક કરવા ૨ ખેતર જેટલી જગ્યા જોઇએ

એક વખત એક કાર ચલાવે તો તેને બીજી વખત ચલાવવાનો વારો આવતા વર્ષ આવે

ચેન્નાઇ,તા.૮: સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને મલયાલમ ફિલ્મ્સના પ્રખ્યાત એકટર મામૂટીનોગઇ કાલે જન્મદિવસ હતો. મામૂટીને કારનો ખૂબ શોખ છે. એમની પાસે એટલી કાર છે કે એક વખત તે જે કાર ચલાવે એને બીજી વખત ચલાવવાનો વારો આવતા વર્ષે આવે

સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને મલયાલમ ફિલ્મ્સના પ્રખ્યાત એકટર મામૂટીનો આજે ૬૯મો જન્મદિવસ છે. મામૂટીને કારનો ખૂબ શોખ છે. એમની પાસે એટલી કાર છે કે એક વખત તે જે કાર ચલાવે એને બીજી વખત ચલાવવાનો વારો આવતા વર્ષે આવે. કહેવાય છે કે તેમની પાસે ૩૬૯ કાર્સ છે.

મામૂટીનું ખરુ નામ મોહમ્મદ કુટ્ટી ઈસ્માઈલ પાનીપરામ્બિલ છે. પરંતુ તેમણે પોતાનું નામ મમૂટી રાખ્યું છે. તે પોતે જ કાર ડ્રાઈવ કરવાનું પસંદ કરે છે. મામૂટી ફકત લકઝરી કાર્સના જ શોખીન નથી તેમને સસ્તી કાર પણ ગમે છે અને તેનું પણ કલેકશન છે.

Audi કાર ખરીદનાર તે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા એકટર પણ ગણાય છે. મારુતીના ઘણા મોડેલ તેમની પાસે છે. તેમની પહેલી કાર પણ મારુતિ જ હતી. થોડા વર્ષો પહેલા જ તેમણે મારુતિ-૮૦૦ ખરીદવાની ઈચ્છા વ્યકત કરી હતી. ઉપરાંત તેમની પાસે ફરારી, મર્સીડીઝ, ઓડી, પોર્શે, મિની કુપર એસ, બીએમડબ્લ્યૂ, ફોકસવેગન, મિત્શુબિશી, ટોયોટા કંપનીઓના મોડેલ પણ છે. મામૂટી પાસે આઈશરની એક કસ્ટમાઈઝ કેરાવેન પણ છે.

તેમની લેટેસ્ટ કાર છે જગુઆર એકસજે-એલ કેવિયર. આ કારનો પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝનની તેમણે ખરીદી કરી છે. આ કારનો રજીસ્ટ્રેશન નંબર પણ ૩૬૯ છે.

(11:42 am IST)