Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ર૦ર૧માં આ પાંચ ફિલ્મની રાહ

મુંબઇ તા. ૮: કોરોનાના કહેરના લીધે આ વર્ષ તો કોઇને ફળ્યું નથી. લોકડાઉનના લીધે પ્રોડકશન અને ફિલ્મની રીલીઝ ડેટ સતત પોસ્ટપોન થતી હતી. હવે બોલિવૂડને વર્ષ ર૦ર૧ ની રાહ છે. આ સમય બોલિવૂડ માટે સારો હશે એમ કહી શકાય. અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન અને આમિર ખાન જેવા દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. તેથી દર્શકોનું મનોરંજન આવતા વર્ષે ડબલ થશે એમ કહી શકાય. પાંચ એવી ફિલ્મ છે, જેમની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

'બેલબોટમ' ફિલ્મમાં અક્ષય કુમારનો કલાસિક લુક ગયા વર્ષના નવેમ્બરમાં જોવા મળ્યો હતો. તે ૮૦ના દાયકાની રસપ્રદ સ્ટોરી છે, જેમાં અક્ષય અને વાણી કપૂરના પાત્રને કેટલીક સત્ય ઘટનાના આધારે આગળ વધારવામાં આવશે. ડિસેમ્બર-ર૦ર૦માં રિલીઝ થનારી અજય દેવગણની 'મેદાન' મૂવી ૧૩ ઓગસ્ટ, ર૦ર૦ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર સૈયદ અબ્દુલ રહીમના જીવન ઉપર બનાવવામાં આવી છે. 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' સલમાન ખાનની આ ફિલ્મ આવતા વર્ષની દિવાળીમાં રિલીઝ થઇ શકે છે. આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' ડિસેમ્બર-ર૦રશ૧માં રિલીઝ થશે. આ ફિલ્મ હોલિવૂડની 'ફોરેસ્ટ ગમ્પ' પરથી પ્રેરિત છે. આવતા વર્ષના નવેમ્બરમાં અક્ષય કુમારની 'રક્ષાબંધન' ફિલ્મ પણ રિલીઝ થશે. આનંદ એલ. રાયે ડિરેકટ કરેલી આ ફિલ્મમાં ભાઇ-બહેન વચ્ચેનું બોન્ડિંગ દર્શાવાશે.

(11:43 am IST)