Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

'તારક મેહતા કા....'ના એક એપિસોડ માટે જેઠાલાલ અને ચંપકલાલ કેટલી તોતિંગ ફી લે છે?

મુંબઈ, તા.૮: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૨ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શો લોકોમાં ખૂબ પ્રિય છે. આ શોના કલાકારા પણ લોકોમાં ખૂબ પ્રિય છે. વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલ આ શો નાના પડદે લાંબા સમય સુધી ચાલનારી સીરિયલ છે. આ સીરિયલના કલાકાર તગડી ફી લે છે. પરંતુ શું તમને ખબર છે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને અમિત ભટ્ટ એટલે કે ચંપકલાલ કેટલી ફી લે છે.

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ટીવીની દુનિયાના સૌથી પોપ્યુલર શોમાંથી એક છે. ભારતીય ટેલીવિઝન ઈતિહાસમાં સૌથી પોપ્યુલર અને સૌથી લાંબો ચાલનારો કોમેડી શો છે. સૂત્રો અનુસાર લોકડાઉન પહેલા જ શો મેકર્સે કલાકારોની ફીમાં વધારો કર્યો હતો. સૂત્રો અનુસાર શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીને દરેક એપિસોડ માટે ૧.૫ લાખ રૂપિયા ફી મળે છે. તે શોના લીડ કેરેકટર છે. એવામાં તેની ફી સૌથી વધારે છે.

શોમાં ચંપકલાલની ભૂમિકા ભજવી રહેલ અમિત ભટ્ટ પણ ખૂબ પોપ્યૂલર છે. સૂત્રો અનુસાર તે દરેક એપિસોડ માટે ૭૦-૮૦ હજાર રૂપિયા લે છે.

(11:43 am IST)