Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

આવી ફિલ્મો મને ખુબ ગમે છેઃ જોન

અભિનેતા જોન અબ્રાહમને બોલીવૂડના ચાહકો એકશન હીરો તરીકે વધુ પસંદ કરે છે. જોને અભિનય કારકિર્દીની શરૂઆત રોમાન્ટીક ફિલ્મોથી કરી હતી. પરંતુ આગળ જતાં તે એકશન જોનરમાં વળ્યો હતો અને તેમાં તે ભરપુર સફળ થયો હતો. એક પછી એક આવી ફિલ્મો તેણે આપી છે અને એ ફિલ્મો સફળ પણ નિવડી છે. જોનની સત્યમેવ જયતે-૨ તાજેતરમાં રિલીઝ થઇ છે. જેમાં દર્શકોને એકશનનો ડબલ ડોઝ માણવા મળ્યો છે. જોને કહ્યું હતું કે હવે તે ફોર્સ-૩ બનાવશે. આ ફ્રેન્ચાઇઝીને તે સોૈથી વધુ એકશન ફ્રેન્ચાઇઝી બનાવવા ઇચ્છે છે. જોને કહ્યું હતું કે હવે મારે વધુ ને વધુ સારી એકશન કરવી છે. મારી પાસે કોઈ એકશન ફિલ્મ ફ્રેન્ચાઇઝીના રાઇટ્સ હોય તો એ 'ફોર્સ' છે. આ કદાચ પહેલી એકશન ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.'ફોર્સ ૩'ને ઇન્ડિયાની સૌથી મોટી એકશન ફ્રેન્ચાઇઝી બનાવવી છે. આવી ફિલ્મો મને બહુ ગમે છે. મારી 'અટેક' પણ રિલીઝ માટે તૈયારે છે. તેમાં પણ જબરદસ્ત એકશન છે.

(10:14 am IST)