Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પાંચ ફિલ્મોનું કામ કરી રહી છે દિપીકા

દિપીકા પાદુકોણે તાજેતરમાં શકુન બત્રાની ફિલ્મનું શુટીંગ પુરું કરી લીધું છે. આ ફિલ્મનું નામ હવે નક્કી થશે. તાજેતરમાં તેણે આ ફિલ્મનું ડબિંગનું કામ કર્યુ હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને સિધ્ધાંત ત્રિવેદી પણ છે. ફિલ્મ વિશેની વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મના પાત્રને ભજવવા માટે દિપીકાએ ખાસ યોગની તાલિમ લીધી હતી. દિપીકાએ આ ફિલ્મના શુટીંગની સફરને પ્યાર, દોસ્તી અને જીવભરની યાદોના રૂપમાંઅભિવ્યકત કરી છે. દિપીકા અન્ય ફિલ્મોના કામોમાં પણ જોડાયેલી છે. તે ફિલ્મ ૮૩માં પતિ રણવીર સિંહ સાથે પણ જોવા મળવાની છે. એક ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે, મહાભારત, પઠાનમાં અને હોલીવૂડની એક ફિલ્મ પણ તે કરી રહી છે. આ ફિલ્મની ઘોષણા આ વર્ષના પ્રારંભે જ કરવામાં આવી હતી. આમ દિપીકાના હાથ પર પાંચ ફિલ્મો છે.

(10:14 am IST)