Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સંજય દત્તે તેની આગામી ફિલ્મ 'KGF 2' માંથી 'અધીરા'નું ડબિંગ કર્યું પૂર્ણ

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે તેની આગામી પાન ઈન્ડિયન ફિલ્મ 'KGF 2' માટે ડબિંગ પૂર્ણ કરી લીધું છે. તેણે તેના પાત્ર અધીરાનું ડબિંગ પૂર્ણ કર્યું છે. અભિનેતા સંજય દત્તે પોતે ડબિંગ સ્ટુડિયોમાંથી ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલની તસવીરો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કરીને આ માહિતી આપી હતી. આ વિશે માહિતી આપતાં સંજય દત્તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તસવીરો શેર કરી અને લખ્યું, "અધીરા એક્શનમાં પાછી આવી ગઈ છે. KGF 2 માટે ડબિંગ સેશન્સ પૂર્ણ થઈ ગયા છે અને ફિલ્મ તમારી નજીક 14મી એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે. સિનેમાઘરોમાં રિલીઝ થશે. "

(4:35 pm IST)