Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પ્રેગ્નન્સીમાં પોતાની સંભાળ રાખી રહેલી દિયા મિર્ઝા : કરી રહી છે ટેરેસ પર વર્ક આઉટ

મુંબઈ: દિયા મિર્ઝા આ દિવસોમાં ગર્ભાવસ્થાના સમયગાળાની મજા લઇ રહી છે. આ સાથે તેણીના સ્વાસ્થ્યની પણ સંપૂર્ણ કાળજી લઈ રહી છે. તાજેતરમાં તેને ક્લિનિકમાં જતા જોવા મળી હતી અને હવે દિયા કસરત કરતી જોવા મળી રહી છે. દિયા મિર્ઝાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે તેના બિલ્ડિંગની છત પર છે. બ્લેક એન્ડ વ્હાઇટ નામના આ વીડિયોમાં તે વર્કઆઉટ અને યોગ કરતી જોવા મળી રહી છે. દીયા સાથે એક વ્યાવસાયિક પ્રશિક્ષક પણ છે, જેની દિશામાં તે પ્રેક્ટિસ કરી રહી છે. તેની આ વિડિઓ કોઈપણ સગર્ભા સ્ત્રી માટે પ્રેરણા છે.

(5:25 pm IST)