Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

એલનાઝ નૌરોજીની ઇચ્છા પુરી થઇ

મુળ ઇરાની-જર્મન મોડેલ અભિનેત્રી એલનાઝ નોૈરોજીએ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં જમીલાનું પાત્ર ભજવી વાહવાહી મેળવી હતી. તે હાલમાં પંજાબી ફિલ્મો પણ કરી રહી છે. હવે તેને એક પછી એક અનેક રસપ્રદ ભુમિકાઓ ઓફર થવા માંડી છે. એલનાઝ ફરી એકવાર નવાજુદ્દિન સિદ્દીકી સાથે પણ કામ કરવાની છે. તે કહે છે સેક્રેડ ગેમ્સ મારી અભિનય કારકિર્દી માટે મહત્વનો વળાંક બની રહી છે. લોકો મને માત્ર દેખાવડી મોડેલ સમજતાં હતાં. પરંતુ સેક્રેડ ગેમ્સ કર્યા પછી મારા માટે અભિનયની અનેક તકો ઉઘડી ગઇ છે. હવે ફરીથી હું નવાજુદ્દિન સાથે ફિલ્મ સંગીનમાં કામ કરી રહી છું. આ એક થ્રિલર ફિલ્મ છે. મારી ઇચ્છા ઘણા સમયથી આવી ફિલ્મ કરવાની હતી. જે પુરી થઇ છે. હું આ ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહી છું. એલનાઝ નવાજના સતત વખાણ કરી રહી છે. અગાઉ એલનાઝે હેલ્લો ચાર્લી ફિલ્મ કરી હતી. મને તેનું મોનાનું પાત્ર ખુબ ગમી ગયું હોઇ જેથી એ ફિલ્મ કરી હતી. એલનાઝ એમ પણ કહે છે કે હવે ટ્રેન્ડ બદલાયો છે. બહુ સજીધજીને રહેવું મને ગમતું નથી. હું મારી સ્ટાઇલીંગ જાતે જ કરુ છું.

(10:01 am IST)