Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સાઉથના સુપર સ્ટાર અભિનેતા મહેશ બાબુનો આજે જન્મદિવસઃ ૩૬ ફિલ્મોમાં કામ કર્યુઃ અનેક ઍવોર્ડથી સન્માનીત

મહેશ બાબુ લાખો દર્શકોના ચાહકઃ નમ્રતા શિરોડકર સાથે પ્રેમમાં પડયા બાદ લગન્ કર્યાઃ હૈદરાબાદમાં આલીશાન બંગલામાં નિવાસ

મુ઼બઇ, તા., ૯: સાઉથ ફિલ્મના સુપર સ્ટાર અભિનેતા મહેશ બાબુનો આજે જન્મદિવસ છે. લાખો દર્શકોના ચાહક અને અનેક યુવતીઅોના દિલની ધડકન ઍવા આ અભિનેતાને સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં ફેમસ નંદી ઍવોર્ડથી આઠ વખત નવાજયા છે. ફેમીનામિસ ઇન્ડીયાનો ખિતાબ મેળવેલ નમ્રતા શિરોડકર સાથે મહેશ બાબુઍ લગન્ કર્યા છે. તેમણે ૩૬ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તેલુગૂ એક્ટર ઘટામાનેની સિવા રામા કૃષ્ણનાના ઘરે જન્મેલા મહેશ બાબુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા એવા એક્ટર છે જેને સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ નંદી અવોર્ડથી આઠ વાર સન્માનિત કરવામાં આવ્યા છે. મહેશ બાબુએ અત્યાર સુધીમાં માત્ર 36 ફિલ્મો કરી છે. જેમાંથી નવ તો ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

મહેશ બાબુ પાછળ તો અનેક યુવતીઓ ગાંડી છે. પરંતુ તે એક બોલીવુડ અભિનેત્રી પર દિલ હારી બેઠા હતા.  ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચુકેલી નમ્રતા શિરોડકર મહેશ બાબુને પસંદ આવી ગઈ અને તેને પોતાની બનાવવા માટે મહેશબાબુએ અનેક પ્રયાસો કર્યા. આખરે બંનેને પ્રેમ થઈ ગયો. અને વર્ષો સુધી ડેટ કર્યા બાદ તેમણે લગ્ન કર્યા.

લગ્ન બાદ નમ્રતાએ પોતાનો તમામ સમય પરિવારને આપ્યો. ફિલ્મી કરિયર છોડી તે ગૃહિણી બની હઈ હતી. 2006માં તેમના પહેલા બાળકનો જન્મ થયો અને 2012 નમ્રતાએ દિકરીને જન્મ આપ્યો. આખો પરિવાર હૈદરાબાદમાં આલીશાન બંગ્લામાં રહે છે.મહેશ બાબુનો પરિવાર પ્રેમ જાણીતો છે. તે પોતાની ફેમિલી સાથેના ફોટોસ શેર કરતા રહે છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

(5:35 pm IST)