Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જાણીતા રેપર રફતારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : રેપરએ કહ્યું- પરીક્ષણમાં કદાચ ટેકનિકલ ભૂલ હોઈ શકે, હું સંપૂર્ણ ફિટ

મને આવો રોગ થયો હતો, પરંતુ મને આવા કોઈ લક્ષણો દેખાયા નથી: હું હવે ફરીથી ટેસ્ટિંગની રાહ જોઈ રહ્યો છું

નવી દિલ્હીઃ જાણીતા રેપર રફતાર કોરોના પોઝિટિવ આવ્યો છે.તે ઘરે હોમ આઇસોલેશનમાં છે. આ સાથે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના સમાચારોને સમર્થન આવ્યુ છે. તેણે જણાવ્યું હતું કે પરીક્ષણમાં કદાચ ટેકનિકલ ભૂલ હોઈ શકે, પરંતુ તે પોતે ફિટ અને સારો છે.

ઇન્સ્ટાગ્રામ વિડીયો મેસેજમાં રફતારે જણાવ્યું હતું કે હું દરેક જણને ઝડપી અપડેટ કરાવવા માંગુ છુ. હું રોડીઝ સાથે ગયો હતો. તેના પછી મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પ્રથમ બે ટેસ્ટમાં હું નેગેટિવ હતો. પરંતુ મારો ત્રીજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બીએમસીએ મને હોમ આઇસોલેશનની સૂચના આપી છે, તેથી હું ઘરે હોમ આઇસોલેશનમાં છું.

હું હવે ફરીથી ટેસ્ટિંગની રાહ જોઈ રહ્યો છું. હું માનું છું કે કદાચ આમા કોઈ ટેકનિકલ ભૂલ હોઈ શકે, કારણ કે હું ફિટ અને ફાઇન છું. મને જરા પણ તકલીફ લાગતી નથી. હું માનતો નથી કે મને આવો રોગ થયો હતો, પરંતુ મને આવા કોઈ લક્ષણો દેખાયા નથી. પરંતુ તે મારી ફરજ છે કે હું પોતાને આઇસોલેટ કરુ અને હું બધાને તે સુનિશ્ચિત કરાવી દેવા માંગુ છું કે હું ફિટ છું અને સ્વસ્થ છું.

હું બધાને મારા આરોગ્ય અંગે અપડેટ આપતો રહીશ. મને કોલ આવવાના શરૂ થઈ ગયા છે. મને ખબર નથી પડતી કે લોકોને આટલી ઝડપથી માહિતી કેવી રીતે મળી જાય છે. ચિંતા ન કરો. હું મારી જાતની સંભાળી લઈશ.

સંગીત ઉપરાંત આ રેપર નવાઝુદ્દીન સિદ્દિકીને લઈને બનનારી ફિલ્મનો પ્રોડ્યુસર બનવા જોઈ રહ્યો છે. અગાઉ રફતારે તેના બીજા કમિટમેન્ટના લીધે એમટીવી રોડીઝ છોડી હતી. કેટલાક ટાળી ન શકાય તેવા કમિટમેન્ટના લીધે હું કેટલાક ભાવિ એપિસોડનો હિસ્સો નહી બની શકું. આ પ્રવાસ ખરેખર એકદમ સમૃદ્ધ કરનારો રહ્યો છે અને હું મારા રોડીઝ ફેમિલી સાથે ટૂંક સમયમાં જોડાઈને શૂટિંગ શરૂ કરવા પરત્વે મીટ માંડી રહ્યો છું. વરુણ ચેમ્પિયન છે અને તે મારી ગેરહાજરીમાં બધાને પ્રેરિત કરશે. રિયાલિટી ટીવી સ્ટાર વરુણ સૂદ હાલમાં રફતારના સ્થાને કામ કરશે.

(9:33 pm IST)