Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

આજથી સલામ વેન્‍કી, મારિચ, વધ, લાઇફ ઇઝ ગૂડ, ખતરા ડેન્‍જરસ, વિજયાનંદ રિલીઝ

આજથી સાત ફિલ્‍મો રિલીઝ થઇ છે. જેમાં કાજોલની સલામ વેન્‍કી પણ સામેલ છે. નિર્દેશક રેવતીની આ ફિલ્‍મમાં કાજોલ સાથે વિશાલ જેઠવા મુખ્‍ય ભુમિકામાં છે. સુજાતા (કાજોલ) અને તેના પુત્ર વેન્‍કીની કહાની આ ફિલ્‍મમાં છે. બંને વિકટ પરિસ્‍થિતિમાં પણ કઇ રીતે સામનો કરીને ખુશ રહે છે તે દર્શાવે છે. ફિલ્‍મ જીંદગી જીવવાની રીત શીખવે છે.

બીજી ફિલ્‍મ મારીચમાં નસિરૂદ્દીન શાહ, તુષાર કપૂરની મુખ્‍ય ભુમિકા છે. આ ફિલ્‍મમાં શંભુનાથ મિશ્રા નિવૃત સ્‍કૂલ ટીચર છે. તે ગ્‍વાલીયરમાં પોતાની પત્‍નિ મંજુ મિશ્રા સાથે રહે છે અને પરિસ્‍થિતિ ત્‍યારે ઓચીંતો વળાંક લે છે જ્‍યારે એક હત્‍યા થઇ જાય છે. મિશ્રાજીએ આ હત્‍યા કરી હોવાની શંકા ઉપજે છે.

ત્રીજી ફિલ્‍મ વધના નિર્દેશક જસપાલસિંહ સંધુ, રાજીવ બર્નવાલ છે. ફિલ્‍મમાં સંજય મિશ્રા અને નીના ગુપ્‍તા મુખ્‍ય ભુમિકામાં છે. શંભુનાથ મિશ્રા નિવૃત સ્‍કૂલ ટીચર છે અને તે ગ્‍વાલિયરમાં પત્‍નિ મંજુ મિશ્રા સાથે રહે છે. પણ અચાનક જિંદગી વળાંક લે છે, એક હત્‍યા થાય છે અને આ દંપતિ માટે મુશ્‍કેલીઓ ઉભી થાય છે. પરફેક્‍ટ મર્ડર મિશ્રાજીએ કર્યુ છે કે કેમ? તે ફિલ્‍મમાં જોવા મળશે.

ચોથી ફિલ્‍મ લાઇફ ઇઝ ગૂડમાં જૈકી શ્રોફ, અનન્‍યા વિજ અને દર્શન જરીવાલા મુખય ભુમિકામાં છે. નિર્દેશન અનંત મહાદેવને કર્યુ છે. રામેશ્વર પોતાની માતાના મૃત્‍યુ પછી ખુબ ઉદાસ અને દુઃખી છે. તે એકલો પડી ગયા પછી જિંદગી જીવવા શું કરે છે તે આ ફિલ્‍મમાં જોવા મળશે.

પાંચમી ફિલ્‍મ ડેન્‍જરસ-ખતરાનું નિર્દેશન રામગોપાલ વર્માએ કર્યુ છે. નૈના ગાંગુલી, અપ્‍સરા રાની અને રાજપાલ યાદવ ફિલ્‍મમાં મુખ્‍ય ભુમિકામાં છે. રામગોપાલ એક સમયે જબરદસ્‍ત ફિલ્‍મો માટે જાણીતા હતાં. પરંતુ હવે તે અજીબ ફિલ્‍મો બનાવે છે. આ ફિલ્‍મમાં રશ્‍મિ નામની મોડેલની કહાની છે. તે એક ફલેટ ભાડે રાખે છે અને પડોશી નલીનીને મળે છે. નલીની તેના પતિ સાથે રહેતી હોય છે. રશ્‍મિ અને નલીની એકબીજાની નજીક આવે છે અને પ્રેમ થઇ જાય છે. બંને મળીને નલીનીના પતિને છેતરવાનો પ્રયાસ કરે છે.

આ ઉપરાંત અન્‍ય બે ફિલ્‍મોમાં શેડો એસેસિન્‍સનું નિર્દેશન નિલાંજન દત્તાએ કર્યુ છે. જેમાં હેમંત ખેર અને રાકેશ ચતુર્વેદીની મુખ્‍ય ભુમિકા છે. આ ફિલ્‍મ સત્‍ય ઘટના પર આધારીત હોવાનું કહેવાય છે. નિર્ભય નામના યુવાન કહાની છે. તેના નજીકના વ્‍યક્‍તિની હત્‍યા પછી તે હિંસક બની જાય છે. સાતમી ફિલ્‍મ વિજયાનંદ (ડબ) છે. નિર્દેશક ઋષિકા શર્માની આ ફિલ્‍મમાં નિહાલ રાજપૂત, ભરત બોપાન્‍ના અને અનંત નાગની ભુમિકા છે. પદ્મશ્રી પુરષ્‍કાર પ્રાપ્‍ત ડોક્‍ટર વિજય સંકેશ્વરની આ બાયોપીક છે. કન્‍નડ ભાષાની આ ફિલ્‍મ હિન્‍દી ડબ સાથે પણ રિલીઝ થઇ છે. 

(10:36 am IST)