Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

દમદાર પટકથા હોવી જરૂરી છેઃ અભિષેક

અભિષેક બચ્‍ચન છેલ્લે ફિલ્‍મ દસવીમાં દેખાયા પછી વેબ શો બ્રીધમાં જોવા મળ્‍યો હતો. તેનું આ શોનું કામ ચાહકોને ખુબ ગમ્‍યું છે. અભિષેક તેના સ્‍માર્ટ જવાબો અને વનલાઇનર્સ માટે જાણીતો છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે મને અમિતાભ-જયાના પુત્ર હોવાનો ગર્વ છે. મહાન કલાકારના પુત્ર હોવું એ દબાણ નહિ, પણ જવાબદારીની વાત છે. કારકિર્દીના બાવીસ વર્ષ પછી પણ મારી સરખામણી અમિતાભ બચ્‍ચન સાથે થાય તો હું માનુ છું કે ધી બેસ્‍ટ સાથે મારી સરખામણી થઇ છે અને હું સાચા રસ્‍તે છું. વેબ શો બ્રીધમાં અભિષેક બચ્‍ચે બે અલગ અલગ પાત્ર ભજવ્‍યા છે. તે સ્‍વીકારે છે કે કોઇપણ પાત્રને ખરો ન્‍યાય પટકથાથી મળે છે. જો લખાણ સારુ હોય તો કલાકારનું કામ અડધું થઇ જાય છે. તે કહે છે સાઇકોલોજીકલ થ્રિલર બનાવવા માટે સોૈથી પહેલા તો દમદાર પટકથા હોવી ખાસ જરૂરી છે. બ્રીધ સીરીઝ માટે લેખકોએ ભરપુર મહેનત કરી છે. આ શોના દરેક પાત્ર જટીલ છે. જો કે શોને મિશ્ર પ્રતિસાદ મળ્‍યો છતાં તે વીચલીત થયો નથી.

(10:36 am IST)