Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સારી કહાનીની શોધમાં રહે છે મૃણાલ

મૃણાલ ઠાકુરનો હરખ સાતમા આસમાને છે, કારણ કે તેની પહેલી જ તેલુગુ ફિલ્‍મ સિતા રામમ્‌ સુપરહિટ નીવડી છે. આ કારણે તે વધુ આત્‍મવિશ્વાસુ બની છે. મૃણાલ કહે છે મારો પ્રાદેશીક ફિલ્‍મ કરવાનો નિર્ણય સફળ અને સાચો નીકળ્‍યો છે. તે કહે છે સાઉથમાં ભલે હું સફળ રહી પણ હિન્‍દી ફિલ્‍મોથી દૂર જવાનો કોઇ ઇરાદો નથી. પણ એક ફિલ્‍મ સફળ થતાં હવે હું દક્ષિણની બીજી ભાષાની ફિલ્‍મો માટે ઉત્‍સાહીત છું. મને અભિનેત્રી તરીકે સમૃધ્‍ધ અને સબળ બનાવે તેવી અર્થપુર્ણ ફિલ્‍મ કરવાની મારી ઇચ્‍છા છે અને આ માટે સારી કહાનીની શોધમાં જ રહુ છું. મૃણાલે અભિનયની શરૂઆત ટીવી પરદે કુમકુમ ભાગ્‍ય જેવા શોથી કરી હતી. એ પછી મરાઠી ફિલ્‍મો કરી અને બોલીવૂડમાં લવ સોનીયાથી એન્‍ટ્રી કરી હતી. ત્‍યારબાદ તે રિતીક રોશનની હિરોઇન પણ બની ચુકી છે. તેની ઇચ્‍છા માતૃભાષા મરાઠીમાં પણ જબરદસ્‍ત ફિલ્‍મ કરવાની છે. ઓટીટી પર કામ કરવા પણ તે તૈયાર છે પણ તેના માટે નિર્દેશક અને રોલ બંને તગડા હોવા જોઇએ.

(10:37 am IST)