Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

આજે પણ ડરી જાય છે રશ્મિ દેસાઇ

ટીવી પરદાની હોટ અને બ્યુટીફુલ અભિનેત્રી રશ્મિ દેસાઇને ચાહકો તેના ઉતરન શોને કારણે વધુ ઓળખે છે. તે ગુજરાતી, હિન્દી સહિતની ફિલ્મો પણ કરી ચુકી છે. હાલમાં તે બિગ બોસમાં ભાગ લઇ રહી છે. એક એપિસોડમાં તે પોતાના પહેલા લગ્નને લઇને ખુબ જ લાગણીશીલ થઇ ગઇ હતી. નંદિશ સંધુ સાથે તેના પહેલા લગ્ન અને છુટાછેડા હોય કે અરહાન ખાન સાથે રિલેશનશીપ હોય રશ્મિ સતત ચર્ચામાં રહી છે. તેણે પહેલા લગ્ન વિશે વાત કરતાં કહ્યું હતું કે આજે પણ હું એ વિશે વિચારીને ડરી જાઉ છું. રશ્મિ અગાઉ બિગ બોસ-૧૩માં પણ જોવા મળી હતી. ત્યારે બોયફ્રેન્ડ અરહાન ખાને પણ ઘરમાં  એન્ટ્રી લીધી હતી. પણ જ્યારે સલમાન ખાને રશ્મિને કહ્યું કે તેના પહેલા જ લગ્ન થઇ ગયા છે અને એક બાળકનો પિતા પણ છે. દર્શકો પણ ત્યારે ચોંકી યા હતાં. રશ્મિએ ત્યારે જ રિલેશન ખતમ કરી નાંખી હતી. હાલમાં જ તેણે બિગ બોસના એપિસોડમાં પોતાના પહેલા લગ્નને યાદ કરી આંસુ વહાવ્યા હતાં.

(10:19 am IST)