Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ગાડી માટે પાણીની જેમ પૈસા વહાવ્યા

કાર્તિક આર્યને લીધી ૪ાા કરોડની કારઃ માત્ર ટ્રાન્સપોર્ટેશનના ચૂકવ્યા પ૦ લાખ

નવી દિલ્હી તા. ૧૦ :.. એકટર કાર્તિક આર્યન હાલમાં જ એક સાડા ચાર કરોડની લેમ્બોર્ગિની ઉફસના માલિક બન્યા છે. આ ગાડીના આવવાથી કાર્તિકની ખુશીનું ઠેકાણુ રહ્યું નથી. અને ગાડીની સાથે અનેક વીડિયો વાયરલ થયો છે. હવે કાર્તિકને તેમની આ નવી ગાડી અંગે એટલો ક્રેઝ છે કે એકટર પાણીની જેમ પૈસા વહાવ્યા છે તેઓએ ગાડી પર સાડા ચાર કરોડ તો ખર્ચ કર્યા જ છે. આ ઉપરાંત ફકત ટ્રાન્સપોર્ટ પર પ૦ લાખ રૂપિયા લગાડયા છે.

એવા અહેવાલો મળી રહયા છે કે કાર્તિક આર્યનની લેમ્બોર્ગિની ઉફસ ઇટાણીથી મંગાવી છે. એકટરનું કહેવું છે કે આ ગાડી ભારતમાં પણ મળી રહી હતી. પરંતુ તેને ત્રણ મહિનાની રાહ જોવી પડી રહી છે. પરંતુ એકટરને આટલી રાહ જોવી નથી. એવામાં તેઓએ ઇટાલીથી પ્લેન દ્વારા તેમની ગાડીને ભારત મંગાવી છે. તેઓએ તેમની ગાડીને એરલિસ્ટ કરાવી છે તેના કારણે એકટરને ઉપરના પ૦ લાખ રૂપિયા એકસ્ટ્રા આપવા પડયા. હાલમાં જ કાર્તિકનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જયાં તે ગાડીના બોનેટને નમસ્તે કરી રહ્યો છે.

(4:07 pm IST)