Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

હિન્દી પંજાબી ફિલ્મોના પીઢ અભિનેતા અને મહાભારત ટીવી સીરીયલમાં ઇન્દ્રદેવની ચોટદાર ભૂમિકા ભજવનાર સતીષ કૌલ કોરોના સામે જંગ હારી ગયા

કર્મા ફિલ્મ માં સતીષ કૌલે દિલીપકુમાર સાથે કામ કરેલ : ૩૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું : સર્કસ વિક્રમ વેતાલ જેવી લોકપ્રિય ટીવી સીરીયલમાં રોલ ભજવ્યો હતો : અંતિમ સમયે દયાજનક હાલત : મકાન ભાડું ભરવાના પૈસા નહોતા

લુધિયાના : હિન્દી પંજાબી ફિલ્મોના પીઢ અભિનેતા અને મહાભારત ટીવી સીરીયલ માં ઇન્દ્રદેવની ચોટદાર ભૂમિકા ભજવનાર સતીષ કૌલ કોરોના સામે જંગ હારી ગયેલ છે

હિન્દી-પંજાબી ફિલ્મોના પીઢ અભિનેતા સતીશ કૌલનું નિધન શનિવારે નિધન થઇ ગયું. 74 વર્ષની વયે તેમણે લુધિયાણામાં અંતિમ શ્વાસ લીધા. પ્રસિદ્ધ ટીવી સીરિયલ મહાભારમાં ઇન્દ્ર દેવની ભૂમિકા ભજવી જાણીતા થયા હતા. સતીશ કૌલ કોરોનાથી સંક્રમિત થયા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે ટ્વીટ કરીને અભિનેતાના નિધન અંગે માહિતી આપી.

સતીશ કૌલે દિલીપકુમાર સાથે ફિલ્મ કર્મામાં કામ કર્યું હતું ઉપરાંત શાહરુખથી લઇ અનેક કલાકારો સાથે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લે પંજાબી ફિલ્મોમાં સક્રીય હતા. સતીશ કૌલે હિન્દી-પંજાબી મળી આશરે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. મહાભારત ઉપરાંત સર્કસ, વિક્રમ વેતાલ જેવા લોકપ્રિય ટોવી શોની સાથે અનેક ફિલ્મો કરી હોવા છતાં 74 વર્ષીય સતીશનું જીવન આજ કાલ બહુ દરિદ્રતામાં પસાર થઇ રહ્યું હતું.

ગત વર્ષે સતીશ કૌલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લુધિયાણાના તેમના નાનકડા ઘરનું માસિક 7500નું ભાડુ અને દવાઓના ખર્ચ માટે બહુ મુશ્કેલીઓનો સામનો કરવોપડે છે.

અભિનેતાના નિધન ના સમાચાર સાંભળી ડાયરેક્ટર અશોક પંડિતે તેમને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી. લખ્યું કે સતીશ કૌલના નિધનનું સાંભળી બહુ દુઃખ થયું. તેઓ હિન્દી-પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. ઘણા સમયથી બીમાર હતા. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.

હિન્દી ફિલ્મોમાં ડિમાંડ ઓછી થતાં સતીશ કૌલ પંજાબ આવી ગયા હતા અને અહીં તેમણે એક્ટિંગ સ્કૂલ ખોલી હતી. પરંતુ તેમાં બહુ સફળતા મળી નહીં. ત્યારથી તેમના મુશ્કેલ દિવસોની શરુઆત થઇ હતી. 2015માં તેમનાં હિપબોનમાં ફેકચર થઇ ગયું. જેને લીધે અઢી વર્ષ સુધી હોસ્પિટલની પથારીમાં રહેવું પડ્યું હતું.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ થોડા સમય વૃદ્ધાશ્રમમાં પણ રહ્યા. જ્યાં તેઓ બે વર્ષ સુધી રહ્યા. પછી લુધિયાણા આવી રહેવા લાગ્યા હતા. આમ છતાં સતીશ કૌલે હાર માની નહીં. તેમનું કહેવું હતું કે તેમને કોઇ ફેર પડતો નથી કે પહેલાં લોકો તેમને એક એક્ટર તરીકે ચાહતા હતા, એજ લોકો તેમને ભૂલી ગયા. મને તેમનો બહુ પ્રેમ મળ્યો અને હું તેમનો આભારી છું. પરંતુ જીવન સંઘર્ષમાં વિતાવનારા અભિનેતા કોરોના સામે હારી ગયા.

(7:31 pm IST)
  • નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 4 દર્દીઓના મોત: મોડી રાતે હોસ્પિટલમાં લાગેલી આગ બાદ 27 દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડાયા :આમાંથી 10 દર્દીઓ આઈસીયુમાં પણ હતા. વેલ ટ્રીટ હોસ્પિટલ નાગપુરમાં આગ લાગી access_time 12:58 am IST

  • કોરોનાનો કહેર વધતા દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન જાહેર : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી : મહારાષ્ટ્રથી હવાઇ માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જૂનો પોતાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે: તમામ પ્રકારના સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, રમત ગમત, મનોરંજન, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડા પર પ્રતિબંધ access_time 12:41 am IST

  • લુલુ ગ્રૂપના ડિરેક્ટર અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ યુસુફ અલી એમ.એ.ને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. યુસુફ અલી ઉપરાંત અન્ય 11 લોકોને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માન તેમને તેમના સેવાભાવી કાર્યોને કારણે આપવામાં આવ્યું છે. access_time 11:26 pm IST