Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ફરી જોરદાર એકશનમાં દેખાશે વિદ્યુત જામવાલ

એકશન જોનરમાં બોલીવૂડમાં બીજા હીરોને જોરદાર ટક્કર આપી રહેલો અભિનેતા વિદ્યુત જામવાલ વધુ એક ફિલ્મ 'સનક'માં જબરદસ્ત એકશન કરતો જોવા મળવાનો છે. નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ સનકનું નિર્દેશન કનિષ્ક વર્મા કરી રહ્યા છે. વિદ્યુતની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ છે. આ વર્ષના પ્રારંભે જ એકશનથી ભરપુર એવી સનક ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી ચાહકો આ ફિલ્મ માટે આતુર બની ગયા છે. સનકમાં વિદ્યુત ઇમોશન, ડ્રામા સાથે એકશનનો જબરો ડોઝ આપશે. નિર્દેશક કનિષ્કે કહ્યૂં હતું કે વિદ્યુત છેલ્લા ઘણા વર્ષથી તેની એકશનને કારણે સતત ચર્ચામાં હોય છે. વિદ્યુતને આપણે અત્યાર સુધી કમાન્ડો કે સ્પેશિયલ ફોર્સના પાત્રોમાં જોયો છે. હવે  આ ફિલ્મમાં તેનું પાત્ર મિકસ્ડ માર્શલ આર્ટસથી સંબંધીત છે. તે એક સામાન્ય નાગરિક તરીકે કેવી રીતે લડાઇ લડે છે તે જોવા મળશે. એકશનની સાવ અલગ જ શૈલી અહિ જોવા મળશે. વિદ્યુતે સનકમાં જાતે જ બધા એકશન દ્રશ્યો ભજવે છે.

(9:45 am IST)