Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમિતાભ બચ્ચન દિલ્હીના ગુરુદ્વારાને આપ્યા 2 કરોડ રૂપિયા: અન્યને કરી ભારતની મદદની વિનંતી

મુંબઈ: અત્યાર સુધીમાં બોલીવુડની અનેક હસ્તીઓએ કોરોનાના સંકટનો સામનો કરી રહેલા દેશની મદદ માટે હાથ લંબાવી દીધા છે.  બોલિવૂડ સુપરસ્ટાર એટલે કે અભિનેતા અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પરની પોસ્ટ્સ દ્વારા લોકોને કોરોનાથી બચાવવા જાગૃત રાખે છે. સિવાય તેમણે દિલ્હીના ગુરુદ્વારામાં ચાલતા કોવિડ સેન્ટર માટે 2 કરોડની આર્થિક સહાય આપી છે. હવે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અમિતાભ ઇન્ટરનેશનલ લોકોને ઇવેન્ટમાં ભારતને મદદ કરવા અપીલ કરતા જોવા મળે છે. તેણે તેની એક ઝલક તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે.

(5:20 pm IST)