Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ફિલ્મ 'રક્ષાબંધન'માં અક્ષય કુમારની સાથે જોવા મળશે ભૂમિ પેડનેકર

મુંબઈ: અભિનેતા અક્ષય કુમારની આગામી રક્ષાબંધન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ભાઈ-બહેનના સંબંધ પર આધારીત આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ભૂમિ પેડનેકરે અક્ષય કુમાર અને આાનંદ એલ રોય સાથે પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું - 'એક ખૂબ જ ખાસ ફિલ્મ અને ખૂબ જ ખાસ રિયુનિયન. હું મારા બે મનપસંદ સર્જનાત્મક પાવર હાઉસ અને માણસો સાથે ફર પર કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું આ ખાસ હ્રદયસ્પર્શી વાર્તાનો ભાગ બનવા બદલ આભારી છું.

 

(4:35 pm IST)