Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

કરણ દેઓલ અને દ્રિશાના લગ્નની તૈયારીઓ શરૂઃ ૧૮મીએ ફેરા ફરશે

દાદા ધર્મેન્‍દ્રના ઘરે આજથી ઉજવણીનો આરંભ

મુંબઇઃ સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. કરણ આગામી ૧૮મી જુને દ્રિશા સાથે લગ્ન બંધનમાં બ઼ધાશે.  દ્રિશા વિતેલા જમાનાના જાણીતા ફિલ્‍મ નિર્માતા બિમલ રોયની પૌત્રી છે. કરણના દાદા ધર્મેન્‍દ્રના ઘરે આજ ૧૦મી જુનથી લગ્નની ઉજવણી અને તૈયારીઓની શરૂઆત થઇ ચુકી છે.

કરણ દેઓલ અને દિશાએ ડિસેમ્‍બર ૨૦૨૨માં ધર્મેન્‍દ્ર અને પ્રકાશ કૌરની લગ્નની વર્ષગાંઠ પર સગાઈ કરી હતી. કરણ અને દ્રિશાના લગ્ન સમારોહ પરિવારના સભ્‍યોની હાજરીમાં એક અઠવાડીયા સુધી ચાલવાનો છે. લગ્ન પહેલાના પ્રસંગો વિશે મળતી વિગતો મુજબ સંગીત, મહેંદી અને હલ્‍દી ૧૫મી જૂનથી ૧૭મી જૂન વચ્‍ચે યોજાશે. દંપતી ૧૮મી જૂને સાથ ફેરા ફરશે. દેઓલ પરિવારે રિસેપ્‍શનનું પણ આયોજન પણ કર્યું છે. જેથી ફિલ્‍મ ઉદ્યોગના મિત્રો હાજરી આપી શકે. કરણ અને દ્રિશા છએક વર્ષથી મિત્રતામાં જોડાયેલા હતાં. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને હવે બંને પતિ-પત્‍નિ બની રહ્યા છે.

(4:05 pm IST)