Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આવતા મહિને પરણી જશે અલી અને રિચા

અલી ફઝલને વેબ સિરીઝ મિરઝાપુરને કારણે ખુબ નામના મળી છે. તેની આગામી ફિલ્‍મો ફૂકરે થ્રી, બનવારી, કંધાર, ખુફીયા સહિત ચર્ચામાં છે. મિરઝાપુરની ત્રીજી સિરીઝ પણ બની રહે છે. અલી અને અભિનેત્રી રિચા ચઢ્ઢા લાંબા સમયથી રિલેશનશીપમાં છે. હવે આ બંને આવતા મહિને સપ્‍ટેમ્‍બરમાં પરણી જાય તેવી શક્‍યતા છે. આ બંને મુંબઈ અને દિલ્‍હીમાં બે સેરેમનીમાં લગ્ન કરવાનાં છે. ૨૦૨૦માં જ બંને પરણી જવાના હતાં. પરંતુ મહામારીને કારણે તેમને લગ્ન ટાળવા પડયા હતાં. એ વખતે જ વળી અલીના માતાનું નિધન થયું હતું. એ કારણે પણ લગ્ન થઇ શકે તેમ નહોતાં. હવે અલી અને રિચા સપ્‍ટેમ્‍બરમાં પરણી જાય તેવી તૈયારી કરી રહ્યા છે. આ બંને ‘ફુકરે'ના સેટ પર મળ્‍યાં હતાં અને એકમેકના પ્રેમમાં પડ્‍યાં હતાં. અલીની હોલીવુડ ફિલ્‍મ ‘વિક્‍ટોરિયા એન્‍ડ અબ્‍દુલ'ના વર્લ્‍ડ પ્રીમિયર વખતે રેડ કાર્પેટ પર બંનેએ હાથોમાં હાથ નાખીને એન્‍ટ્રી કરી હતી. આવી રીતે રિચા અને અલીએ પોતાના રિલેશન જાહેર કર્યા હતા.

(11:04 am IST)