Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

બીજાને મદદ કરવાનું ગમે છેઃ રિશિના કંધારી

દુનિયા અને દેશ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો છે. આ સમયે લોકો એક બીજાની મદદ પણ કરી રહ્યા છે. દંગલના ટીવી શો એ મેરે હમસફરમાં ઇમરતી કોઠારીનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી રિશીના કંધારી મદદ કરવાની ભાવના પર વિશ્વાસ ધરાવે છે. તે કહે છે  પોતે મુળભુત જરૂરીયાતોથી ધન્ય છે અને જે લોકો પાસે ભોજન સહિતની આધારભુત ચીજવસ્તુઓ નથી તેના સુધી હું પહોંચાડવા ઇચ્છુ છું. લોકડાઉન વખતે પણ રિશિનાએ આ દરિયાદીલી દાખવી હતી અને ભુખ્યા લોકો માટે ભોજન તૈયાર કરી તેમને પહોંચાડ્યું હતુ. તે કહે છે મને હમેશા બીજાની મદદ કરવાનું ગમે છે. મહામારી સમયે હું મજૂરોની હાલત જોઇ નિરાશ થઇ ગઇ હતી. મેં મારા પતિ સાથે મળી આ તમામને ભોજન આપવાનું શરૂ કર્યુ હતું. સ્ટુડિયોના રસોડામાં આઠસો લોકો માટે ભોજન તૈયાર થતું હતું. અમે લોકડાઉન વખતે બે લાખ લોકોની સેવા કરી હતી. એ સમયે ઘરમાં બેસીની ફરિયાદો કરવાને બદલે મેં બીજાને મદદ કરી સંતોષ, આશીર્વાદ અને ગોૈરવ અનુભવ્યું હતું.

(9:45 am IST)