Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

હજુ ઘણું સારુ કામ કરવાનું બાકી છેઃ વાણી કપૂર

અભિનેત્રી વાણી કપૂર બોલીવૂડમાં નામના મેળવી ચુકી છે. તેની પાસે સતત મોટા પ્રોજેકટ હાથવગા રહે છે. અક્ષય કુમાર સાથે બેલબોટમમાં, રણબીર કપૂર સાથે સમશેરામાં તે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. તે કહે છે મારું સપનું છેકે આખી ફિલ્મને હું મારા ખભે ઉચકી લઉ. વાણી પાસે ત્રીજી ફિલ્મ ચંદીગઢ કરે આશિકી પણ છે.જેમાં તે આયુષ્યમાન ખુરાના સાથે જોવા મળશે. વાણી કહે છે હવે મારે મહિલા પ્રધાન ફિલ્મ કરવી છે. મજબુત દમદાર પાત્રો મારે ભજવવા છે. હું અગાઉ પણ કહી ચુકી છું કે હજુ મારે ઘણું સારું કામ કરવાનું બાકી છે. અભિનેત્રી તરીકે મારા ઘણા સપનાઓ છે. મારે સતત સારું કામ કરતાં રહેવું પડશે. કારણ કે અહિ સાવ સરળતાથી કંઇ જ મળતું નથી. જીવનનું આ સત્ય કઠોર છે. મારી કારકિર્દી મારે કઇ દિશામાં લઇ જવી એ હું નક્કી કરુ છું. અભિષેક કપૂરને મારું બેફિકરેનું પાત્ર ગમ્યું હતું. મને વોરમાં પણ જોઇ હતી. આથી તેની ફિલ્મમાં મને લીધી છે. ધીરજ રાખી કામ કરતાં રહેવાથી સફળતા મળે જ છે.

(10:26 am IST)