Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ડાર્ક કોમેડી સિરીઝમાં જીશાનની મુખ્ય ભુમિકા

સોની લિવ પર તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ સ્કેમ ૧૯૯૨ને ભરપુર સફળતા મળ્યા પછી હવે 'એ સિમ્પલ મર્ડર' આવી રહી છે. આ ડાર્ક કોમેડીમાં મોહમ્મદ જીશાન અયુબ મુખ્ય ભુમિકામાં છે. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં જીશાન પૈસાની લાલચમાં કોઇનું મર્ડર કરવા તૈયાર થતો દેખાય છે. પરંતુ જીશાન જેનું મર્ડર કરવાનું હોય છે તેના બદલે કોઇની ગર્લફ્રેન્ડનું મર્ડર કરી નાંખે છે. એ પછી તેનો બોયફ્રેન્ડ મોતનો બદલો લેવા નીકળી પડે છે.

સિરીઝનું મુખ્ય આકર્ષણ તેના કલાકારો અને ડાયલોગ્સ છે. સુશાંત સિંહ, અમિત સિયાલ, પ્રિયા આનંદ, યશપાલ શર્મા, ગોપાલ દત્ત, અયાઝ ખાન પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે. નિર્દેશન સચીન પાઠકનું છે. જેણે ઝી ફાઇવની સિરીઝ રંગબાઝ ફિર સેનું નિર્દેશન કર્યુ હતું. કહાની પ્રતિક પયોધીએ લખી છે. ૨૦મીએ આ સિરીઝ સ્ટ્રીમ થશે.

(10:28 am IST)