Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પોૈરાણિક પાત્રો ભજવવાનું કામ અલગ હોય છેઃ રતિ

અભિનેતાઓ-અભિનેત્રીઓને પોતાની અસલી જિંદગીમાંથી પરદા પરની જિંદગી જીવવા માટે સતત તૈયાર રહેવું પડતું હોય છે. પોતાને મળતાં પાત્રોને સારી રીતે ભજવવા માટે તેઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા મહેનત કરતાં હોય છે. રતિ પાંડે હાલમાં પોૈરાણિક શો દેવી આદિ પરાશકિતમાં દેવીનો રોલ નિભાવી રહી છે. રતિ કહે છે  નિયમિત રીતે સાસુ વહૂના પાત્રો ભજવ્યા પછી પોૈરાણિક પાત્રો ભજવવાનું કામ અલગ જ હોય છે. આ પાત્ર માટે ભાષાને લઇને મને થોડી મુશ્કેલી થઇ હતી. આથી સેટ પર જતાં પહેલા મેં સંવાદોને વાંચવાનું અને તેનો અભ્યાસ કરવાનું વધુ યોગ્ય સમજ્યું હતું. દેવીનું પાત્ર ભજવતી વખતે હું સોૈથી વધુ એક નિયમનું પાલન કરતી હોઉ તો એ છે સંપુર્ણ શાકાહારી રહેવાનો નિયમ. સેટ પર દેવીના પોષાકમાં હોઉ ત્યારે આ નિયમ વધુ કડકપણે અપનાવી લઉ છું. આ મારા માટે ખુબ જ મહત્વની બાબત છે. તેમજ મારા ચરિત્રને સન્માન આપવાનો આ મારો એક સંકેત છે. સોમથી શની દંગલ પર રાતે નવ વાગ્યે આ શો દર્શાવાય છે.

(10:28 am IST)