Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

નેહા કક્કર માટે ખાસ સંદેશ લખ્યો પતિ રોહનપ્રીતસિંહે

મુંબઈ: પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ આજકાલ તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે. આ દરમિયાન રોહનપ્રીતનો નવો વીડિયો સોંગ એક્સ કોલિંગ રિલીઝ થયો છે. આ ગીતનું શૂટિંગ રોહનપ્રીત અને અવનીત કૌર પર થયું છે. રોહનપ્રીતે પત્ની નેહા માટે એક ક્યૂટ નોટ શેર કરી છે, જેને આ ગીતના રિલીઝ અંગેની માહિતી સાથે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. રોહનપ્રીતસિંહે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે, 'આ ગીત રજૂ કરવામાં આવ્યું છે. હું તમને કઈક કહેવા માંગું છું. મારી પત્ની નેહા કક્કરે તે બધુ કરી લીધું છે. કોઈની તરફ ન જુઓ. નેહુ મારા જીવનમાં આવી ત્યારથી મારી સાથે બધું બરાબર ચાલે છે. મને લાગે છે કે  એક માણસ તરીકે ભગવાન મારા જીવનમાં મારી પાસે આવ્યા છે.

(6:06 pm IST)