Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

'ઇરિવર્સેબલ' ફિલ્મમાં બળાત્કારનો સીન એટલી ક્રૂરતા અને ભયાનકતા સાથે બતાવવામાં આવ્યો છે કે સેન્સર બોર્ડે તેના પર પ્રતિબંધ મુકવો પડ્યો

આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે સૌથી ભયાનક ૧૧ મિનિટનો બળાત્કાર સીન, ક્રૂરતાની તમામ હદો પાર

નવી દિલ્હી,તા.૧૦: ફિલ્મો સમાજનો અરીસો છે, પરંતુ તેમણે સેન્સર બોર્ડ નામના એવા માપદંડોમાંથી પસાર થવું પડે છે જે નક્કી કરે છે કે ફિલ્મ કયા પ્રકારના દર્શક વર્ગને લાયક છે. દરેક દેશનું એક સેન્સર બોર્ડ હોય છે જે ફિલ્મોને રિલીઝ કરતા પહેલા તેણે જોઈને તેનું એનાલિસીસ કરે છે. ફિલ્મની કહાનીને હકીકતથી વધારે લોકોના દિલ અને મન પર અસર કરવા માટે મેકર્સ દરેક સીનને જીવંત કરવાની કોશિશ કરે છે.

એટલા માટે મર્ડરનો સીન હોય કે પછી રેપનો, મેકર્સ પુરી કોશિશ કરે છે કે તેને અસલી જેવું દેખાડવામાં આવી શકે. જો કે, કેટલીકવાર વધુ કલાત્મક બનવાના પ્રયાસમાં ફિલ્મ નિર્માતાઓ સેન્સર બોર્ડ દ્વારા નક્કી કરાયેલી રેખાને પાર કરે છે. શું તમે દુનિયાની સૌથી ભયાનક રેપ સીનવાળી ફિલ્મ જાણો છો? જો નહીં, તો ચાલો હું તમને કહી દઉં.

અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ 'ઇરિવર્સેબલ'ની. આ ફિલ્મમાં બળાત્કારનો સીન એટલી ક્રૂરતા અને ભયાનકતા સાથે બતાવવામાં આવ્યો છે કે સેન્સર બોર્ડે તેના પર પ્રતિબંધ મૂકવો પડ્યો. આ હોલીવુડ ફિલ્મ વિશે દ્યણા ઓછા લોકો જાણે છે કે તેમાં ૧૧ મિનિટ લાંબો બળાત્કાર સીન બતાવવામાં આવ્યો હતો, જે મનને હચમચાવી મૂકી તેવો હતો.

ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે એક છોકરી શહેરના નિર્જન સબ-વેમાંથી પસાર થઈ રહી હોય છે ત્યારે તેની સાથે આ ભયંકર ઘટના બને છે. આ ફિલ્મમાં મોનિકા બેલુચીએ બળાત્કાર પીડિતાનો રોલ કર્યો હતો. આ ફિલ્મને થિયેટરોમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી, ત્યારબાદ નિર્માતાઓએ આ ફિલ્મના સીનને ખૂબ જ ટ્રીમ કરવા પડ્યા હતા. જોકે તેના સીન્સ હજુ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

(9:51 am IST)