Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

મારા માટે આ સિધ્ધી સમાન છેઃ અમોલ

અભિનેતા અમોલ પરાશર ખુબ જ ખુશ છે. ફિલ્મ સરદાર ઉધમમાં વિકી કૌશલ સાથે પોતાના રોલને પણ ઓળખ મળી એ વાતની અમોલને અત્યંત ખુશી છે. આ ફિલ્મમાં અમોલે શહિદ ભગત સિંહનું પાત્ર ભજવ્યું છે. શુજીત સરકારની આ ફિલ્મમાં સરદાર ઉધમસિંહનું પાત્ર વિકી કૌશલે ભજવ્યું છે. આ ફિલ્મ જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના પર પ્રકાશ પાડે છે. અમોલે કહ્યું હતું કે વિકીના પાત્રની જેમ મારા પાત્રને પણ દર્શકોએ ખુબ વખાણ્યું છે. શુજીતે આ ફિલ્મ અનોખી રીતે બનાવી છે એ લોકોને ખૂબ પસંદ પડ્યું છે. ઉધમ સિંહની સ્ટોરીમાં મને જે સ્ક્રીન ટાઇમ મળ્યો છે એ હિસાબે મારા માટે તો આ હંમેશાં સ્પેશિયલ રહેશે. લોકોએ એને ખૂબ પ્રેમ આપ્યો છે. લોકો પર અસર છોડનારી આ ફિલ્મનો ભાગ બનીને મને ખૂબ ખુશી થઈ છે. વિકી કૌશલના અદ્દભુત અભિનયની સાથે સાથે આ મહાન ફિલ્મમાં મારા પર પણ ધ્યાન આપવામાં આવ્યું એ મારા માટે મોટી સિધ્ધી સમાન છે. એના માટે તો હું જાતે જ મારી પીઠ પર શાબાશી આપી શકુ છું.

(10:14 am IST)