Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કોમેડી ઝોનમાંથી બહાર આવવા દિપક તૈયાર

અભિનેતા દિપક ડોબરીયાલે કોમેડી રોલ ખુબ ભજવ્યા છે. તે કહે છે હવે મારે રૂઢીવાદી પડકારનજક રોલમાંથી બહાર આવવું છે. તાજેતરમાં દિપકની કોમેડી થ્રિલર ફિલ્મ આફત-એ-ઇશ્ક રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં તેની સાથે અમિત સિયાલ, નમિત દાસ અને ઇલા અરૂણ જોવા મળ્યા છે. દિપકે પોલીસનો રોલ ભજવ્યો છે. તે કહે છે મેં જે પણ કોમેડી રોલ્સ અત્યાર સુધી ભજવ્યા છે એ ખુબ જાણીતા થયા છે અને બધાને ગમ્યા છે. એટલુ જ નહિ દરેકની સાથે એટલા તો કનેકટ થયા છે કે મારા ઇમોશન્સવાળા અન્ય રોલ્સ પર કોમેડી હાવી થઇ છે. એથી મને સતત કોમેડી રોલ્સ જ ઓફર કરવામાં આવી રહ્યા છે. હું એ ઝોનમાંથી બહાર આવવા માગતો હતો. આથી મેં કેટલીય ઓફર્સને નકારી દીધી હતી. પડકારજનક લાગતા સાદા રોલમાં પણ હું મારા અભિનયથી નવાપણું લાવી શકું છું. છતાં મને ફિલ્મોમાં વયસ્ક પાત્રો જ ભજવવા મળ્યાં છે. હવે મેં નક્કી કર્યું છે કે કોઈ પણ રોલ મને મળે, એને હું એવી રીતે ભજવીશ કે એ ફિલ્મના પ્રકારને પણ ઢાંકી દે અને એક પરિપકવ દેખાવ તરીકે ઓળખાય.

(10:14 am IST)