Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

બિગ બોસના ઘરમાં રાકેશ બાપટની તબિયત બગડી: હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: 'બિગ બોસ 15'માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશેલા અભિનેતા રાકેશ બાપટને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. રિપોર્ટ અનુસાર, અચાનક કિડની સ્ટોનની સમસ્યાને કારણે તેને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢીને સીધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  8 નવેમ્બરની રાત્રે રાકેશ બાપટને તેમની કિડનીમાં પથરીને કારણે દુખાવો થયો હતો. બગડતી તબિયતને કારણે મેકર્સે તેને આગલા દિવસે બપોરે બિગ બોસના ઘરમાંથી બહાર કાઢ્યો હતો અને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હાલમાં તે ડોક્ટરની દેખરેખ હેઠળ છે. રિપોર્ટ્સનું માનીએ તો સ્વસ્થ થયા બાદ તે ફરીથી શોમાં પરત ફરશે.

(5:14 pm IST)