Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

હોલિવૂડની અભિનેત્રી માર્થા મેન્‍સફિલ્‍ડનો જીવ માચીસની એક સ્‍ટીકથી ગયોઃ ત્રીજી વ્‍યકિતની ભુલના કારણે અભિનેત્રીએ જીવ ગુમાવ્‍યો હતો

‘ધ વોરેન્‍સ ઓફ વર્જીનિયા' ફિલ્‍મના શુટિંગમાં દુર્ઘટના ઘટી હતી

અમદાવાદઃ ફિલ્મ જગતમાં દરેક દ્રશ્યને બને તેટલું વાસ્તવિક બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે જેથી પ્રેક્ષકોને વાર્તા કહેતી હોય તેવી જ લાગણી અનુભવી શકાય. જો કે ક્યારેક આવા પ્રયાસો જોખમી પણ સાબિત થાય છે. ક્યારેક કલાકારોની ભૂલને કારણે તો ક્યારેક મેકર્સની ભૂલને કારણે શૂટિંગ સેટ પર મોટો અકસ્માત થાય છે.

માર્થા મેન્સફિલ્ડને જીવતી સળગાવી દેવામાં આવી હતી-

જો કે આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ત્રીજા વ્યક્તિની બેદરકારીને કારણે એક અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અમે વાત કરી રહ્યા છીએ હોલિવૂડની દિવંગત અભિનેત્રી માર્થા મેન્સફિલ્ડની. ફિલ્મના શૂટિંગ દરમિયાન, માર્થા મેન્સફિલ્ડ સાથે એક ભયંકર અકસ્માત થયો, જેના પછી ઘણા પ્રયત્નો છતાં તેનો જીવ બચાવી શકાયો નહીં.

માચીસની સ્ટીકથી ગયો જીવ-

માર્થા મેન્સફિલ્ડ એ જમાનાની સુપરસ્ટાર હતી જ્યારે ફિલ્મોમાં અવાજ ન હતો. 'ધ વૉરેન્સ ઑફ વર્જિનિયા' માટે શૂટિંગ કરતી વખતે, માર્થા મેન્સફિલ્ડે તેનો સિવિલ વૉરનો પોશાક પહેર્યો હતો જેને ઝડપથી આગ લાગી ગઈ. સીન પૂરો કર્યા બાદ તે પોતાની કારમાં બેસીને આરામ કરવા લાગી. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેમની તરફ માચીસની સ્ટિક ફેંકી.

સારવાર છતાં જીવ બચ્યો નથી-

આ સ્ટીકના લીધે માર્થાના ડ્રેસમાં આગ લાગી હતી અને તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. અકસ્માત પછી, માર્થા મેન્સફિલ્ડને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેની સારવાર બે દિવસ સુધી ચાલુ રહી હતી. પરંતુ માર્થા મેન્સફિલ્ડ એટલી બળી ગઈ હતી કે તેને બચાવી શકાઈ ન હતી. બે દિવસ પછી માર્થાએ પોતાનો જીવ ગુમાવ્યો.

(6:43 pm IST)