Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

આવી વાતો પર ધ્યાન નથી આપતોઃ અર્જુન

અભિનેતા અર્જુન કપૂર ફિલ્મો કરતાં તેની મલાઇકા અરોરા સાથેની રિલેશનશીપને લીધે વધુ ચર્ચામાં રહે છે. આ બંનેને કેટલાક લોકો સતત ટ્રોલ પણ કરતાં રહે છે. ઉમરને કારણે કે પછી બીજા કારણોસર ટ્રોલર્સ બંનેને હેરાન કરતાં રહે છે. અર્જુન કપૂર છત્રીસ વર્ષનો છે અને મલાઇકા અડતાલીસ વર્ષની છે. આમ બંને વચ્ચે ઉમરમાં બાર વર્ષનું મોટુ અંતર છે. આ બંનેની ઇર્ષ્યા કરનારા પણ ઓછા નથી. બંને વારંવાર એક સાથે જોવા મળતા રહે છે. અર્જુન કપૂરે તાજેતરમાં જ ઉંમરના તફાવતને કારણે વારંવાર ટ્રોલ થવાના મુદ્દા અંગે વાત કરતાં કહ્યું હતું કે હું આવી બધી બાબતો પર વધુ ધ્યાન આપતો જ નથી.  અર્જુને કહ્યું કે મીડિયા પણ લોકો દ્વારા કરવામાં આવેલી આવી ટીકા ટિપ્પણીઓ પર ધ્યાન આપે છે, જયારે કે આ જ ટ્રોલ કરનારા લોકો અમને મળશે તો સેલ્ફી લેવા દોડતા હશે. અર્જુન કપૂરની આવનારી ફિલ્મોમાં મોહિત સુરીની એક વિલન રિટર્ન્સ તથા વિશાલ ભારદ્વાજ સાથેની કુત્તે છે. એક વિલનમાં જોન અબ્રાહમ અને તારા સુતારીયા સાથે તેની મુખ્ય ભુમિકા છે.

(9:51 am IST)