Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પંકજ ત્રિપાઠીએ 'ક્રિમિનલ જસ્ટિસ 3'નું શૂટિંગ કર્યું શરૂ

મુંબઈ: પીઢ અભિનેતા પંકજ ત્રિપાઠીના કોર્ટરૂમ ડ્રામા વેબ શો 'ક્રિમિનલ જસ્ટિસ'ની ત્રીજી સીઝન આ વર્ષના અંતમાં આવવાની છે. તેમને માધવ મિશ્રાનું પાત્ર ખૂબ જ પસંદ છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. અહેવાલો અનુસાર, ત્રીજી સીઝનનું શૂટિંગ મોટા પાયે થવા જઈ રહ્યું છે, જેમાં ફ્રેન્ચાઈઝીના નવા અને જૂના પાત્રોનું મિશ્રણ એક નવી વાર્તામાં એકસાથે આવશે. પંકજે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં 'ક્રિમિનલ જસ્ટિસ 3'નું શૂટિંગ શરૂ કર્યું હતું. એક સૂત્રએ કહ્યું, "ક્રિમિનલ જસ્ટિસ હંમેશા પંકજની ખૂબ નજીકની ફ્રેન્ચાઈઝી રહી છે. 2019માં પ્રથમ સિઝનથી શરૂ થયેલી સફરને એટલો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો કે અમે 2022માં ત્રીજી સિઝનનું શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ."

(8:06 pm IST)