Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અભિનેત્રીઓ આશા પારેખ, વહિદા રહેમાન અને હેલન વેકેશનની મજા માણવા પહોંચ્યા આંદામાન- નિકોબાર

૭૦ના દાયકાની આ ખૂબસુરત અભિનેત્રીઓની તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલઃ નિર્માતા તનુજ ગર્ગે કહ્યું 'દિલ ચાહતા હૈ' ફિલ્મ ફરીથી બને તો આ ત્રિપુટીને ફિલ્મમાં લેવાની ઈચ્છા

મુંબઈઃ બોલીવુડની ખુબસુરત અભિનેત્રીઓ આશા પારેખ, વહીદા રહેમાન અને હેલન ફરી એકવાર ચર્ચામાં છે. સોશ્યલ મીડિયામાં આ ત્રિપુટીના ઘણા બધા ફોટાઓ વાયરલ થયા છે. કોરોનાના આ તણાવપુર્ણ વાતાવરણમાં હેલન, આશા  પારેખ અને વહીદા રહેમાન વેકેશન ગાળવા આંદામાન- નિકોબાર પહોંચ્યા છે.

આ બ્યુટીકવિન ત્રિપુટીના ઘણાં બધા ફોટાઓ જાહેર થયા છે. જેમાં હેલન, આશા પારેખ અને વહીદા રહેમાન ચિલ કરતી દેખાઈ રહી છે. બોલીવુડ નિર્માતા તનુજ ગર્ગે આ ત્રિપુટીના ફોટો શેર કર્યા અને લખ્યું કે ''જો દિલ ચાહતા હૈ'' ફિલમ ફરીથી બને તો તે આ ત્રિપુટીને તેમાં જોવા માંગે છે, જે અસલ જીંદગીમાં પણ સ્ટાર્સ છે. વહીદા, હેલન અને આશા પારેખ અત્યારે રિટાયરમેન્ટનો સમય આંદામાનમાં એન્જોય કરી રહ્યા છે.

આ ફોટાઓ જોઈને ચાહકોને પણ જૂના દિવસોની યાદ તાજી થઈ ગઈ. યુઝર્સોએ પણ આ એકટ્રેસોનો વખાણ કર્યા. અમુક ફેન્સે તો એમ પણ કહ્યું કે લાંબા સમય પછી એક જ ફ્રેમમાં આ ત્રણેય ખુબસુરત એકટ્રેસો જોવા મળી એક સમય હતો જયારે આ ત્રણે એકટ્રેસોએ પોતાની કલાથી દેશભરને પોતાનો દિવાનો બનાવ્યો હતો.

(3:11 pm IST)