Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ જવા માટે કોર્ટ પાસે માંગી પરવાનગી

મુંબઈ: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીનું નામ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવામાં આવ્યું છે અને આ સંબંધમાં ગયા અઠવાડિયે, ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ અભિનેત્રીની લગભગ 7 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ કેસના કારણે જેકલીન ફર્નાન્ડિસ દેશ છોડીને બહાર જઈ શકતી નથી. આ કેસને કારણે અભિનેત્રીએ દિલ્હીની કોર્ટમાં 15 દિવસ માટે વિદેશ જવાની પરવાનગી માંગી છે. અભિનેત્રીએ અબુ ધાબીમાં યોજાનારા આઈફા એવોર્ડ્સમાં હાજરી આપવા માટે આ પરવાનગી માંગી છે.

(7:14 pm IST)