Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

'ષડયંત્ર' પહેલી ગુજરાતી મલ્ટિસ્ટાર વેબ-સિરીઝ છે

શેમારૂમી પર ૨૪ જૂને રિલીઝ થતી આ વેબ-સિરીઝમાં રોહિણી હટ્ટંગડી, અનુરાગ પ્રપન્ન, અપરા મહેતા, વંદના પાઠક, દીપક ઘીવાલા જેવા અનેક સ્ટાર્સ છે

મુંબઇ, તા.૧૧: પોલિટિકલ થ્રિલર ગુજરાતી વેબ-સિરીઝ 'ષડ્યંત્ર' ૨૪ જૂને શેમારૂમી પર રિલીઝ થશે. આ વેબ-સિરીઝ પહેલી ગુજરાતી મલ્ટિસ્ટાર વેબ-સિરીઝ છે. ૮ એપિસોડની આ સિરીઝમાં રાજકીય કાવાદાવા રમતાં રોહિણી હટ્ટંગડી, અનુરાગ પ્રપન્ન, અપરા મહેતા, વંદના પાઠક, દીપક દ્યીવાલા સહિત ગુજરાતી રંગભૂમિના અનેક કલાકારો છે. વેબ-સિરીઝનું ડિરેકશન ઉર્વીશ પરીખે કર્યું છે. ઉર્વીશ પરીખ કહે છે, 'અગાઉ કયારેય આ પ્રકારની ગુજરાતી વેબ-સિરીઝની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અમે જયપુરમાં આખી વેબ-સિરીઝ શૂટ કરી છે, જેનું લેવલ કોઈ પણ હિન્દી વેબ-સિરીઝથી સહેજ પણ ઓછું કે ઊતરતું નથી. સત્ત્।ા માટે કેવી સાઠગાંઠ ચાલતી હોય છે એની વાત 'ષડ્યંત્ર'માં કહેવામાં આવી છે.'

આ અગાઉ શેમારૂમીના ગુજરાતી સેકશનમાં મલ્હાર ઠાકરની 'વાત વાતમાં'વેબ-સિરીઝ રિલીઝ થઈ હતી.

(3:21 pm IST)