Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

નાના પડદાની જાણીતી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી ઉપર મોરે હૂમલો કર્યોઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ બોલીવુડ અને ટીવી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી ઉપર હુમલો થયો છે પરંતુ તમે આ હુમલાને જોઈને તમારૂ હસવુ રોકી શકશો નહીં. દિગાંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિગાંગના પર થયો હુમલો

આ વીડિયોમાં દિગાંગના એક મોર પાસે ઉભેલી જોવા મળી રહી છે. તેમાં તે મોર સામે જોઈ ધીમે-ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન અચાનક મોર ઉડીને તેના તરફ આવ્યો અને હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાને કારણે દિગાંગના ડરી જાય છે અને રાડો પાડે છે.

વાયરલ થયો વીડિયો

મોરના આ પ્રકારના હુમલાથી એક તરફ દિગાંગના થોડી હેરાન છે, પરંતુ બાદમાં તે પણ હસવા લાગે છે. હવે સોશિયલ મીડિયા પર લોકો વીડિયો જોઈ કોમેન્ટ કરી રહ્યાં છે.

દિગાંગનાનું કરિયર

ઉલ્લેખનીય છે કે દિગાંગનાને ટીવી શો એક વી ર કી અરદાસ.. વીરાથી લોકપ્રિયતા મળી હતી. આ શો સાથે તેણે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે બિગ બોસ 9માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે ફિલ્મ ફ્રાઇડે અને જલેબી પણ કરી હતી. હવે તે અર્જુન રામપાલની ફિલ્મ 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ'માં પણ જોવા મળશે.

(5:33 pm IST)