Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મનોજ બાજપાઇની ફેમિલી મેનની પ્રથમ અને બીજી સિઝન સફળ થયા બાદ હવે ત્રીજી સિઝનમાં શું હશે ? લોકોમાં ભારે ઉત્કંઠા બાદ તેના ઉપરથી પડદો હટી ગયોઃ લોકડાઉનની પરિસ્થિતિ અને કોરોનાકાળના મિશન ઉપર કામગીરીનો વિષય

મુંબઇ: મનોજ બાજપાઈની ફેમિલી મેન સિરિઝ ખૂબ સફળ થઈ છે. 2020માં આવેલી પ્રથમ સિઝન બાદ લોકો આતુરતાથી બીજી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે, ગત મહિને સિઝન 2 પ્રસારિત થયા બાદ હવે લોકો સિઝન 3માં શું હશે. તે અંગે વિચારી રહ્યા છે. ત્યારે, આજે અમે તમને જણાવીશું કેવી હશે ફેમિલી મેન સિઝન 3ની સ્ટોરી લાઈન.

ફેમિલી મેન સિરિઝમાં શ્રીકાંત તિવારીના રોલમાં મનોજ બાજપાઈ OTT પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી લીધી છે. પ્રથમ સિઝનમાં શ્રીકાંત તિવારી અને તેની TASCની ટીમે ISIનો પ્લાન નિષ્ફળ કર્યો હતો. ત્યારથી જ સિઝન 2 માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

જેમાં, સિઝન 2ના પ્રારંભમાં તો બતાવવામાં આવ્યું છે કે શ્રીકાંતે TASCની ટીમ છોડી દીધી છે. પરંતુ, ત્યારબાદ દેશ પ્રેમના કારણે તે ફરીથી તેનો ભાગ બને છે અને ISI અને શ્રીલંકન તામિલના આતંકીઓના હુમલાથી ભારતના પ્રધાનમંત્રી અને શ્રીલંકાના પ્રધાનમંત્રીને બચાવે છે. તો હવે સિઝન 2ના અંતમાં એક ચાઈનીઝ કેરેક્ટર બતાવવામાં આવ્યો છે. જેનાથી લોકોમાં હવે સિઝન 3 માટે ઉત્સુક છે.

ફેમિલી મેન સિઝન 3માં વધુ ધમાલ હશે

ફેમિલી મેન સિઝન 2ના અંતિમ એપિસોડમાં બતાવવામાં આવે છે લૉકડાઉનની પરિસ્થિતિ. જેનાથી ખબર પડે છે TASCની ટીમ પણ કોરોનાકાળમાં કોઈ મિશન પર કામ કરી રહી છે. જ્યારે, એક ચાઈનિઝ શખ્સ પણ તેમાં બતાવવામાં આવ્યો છે. જે કોઈ મિશનને શરૂ કરવાની વાત કરી રહ્યો છે. જેનાથી અંદાજ આવી જાય છે કે શ્રીકાંત તિવારી અને તેની ટીમ આ વખતે ચાઈનિઝ ટ્રૂપ્સ સામે લડશે.

ફિલ્મનું શૂટિંગ ક્યાં થઈ શકે?

સિઝન 1માં મહત્વનું શૂટિંગ દિલ્હી અને મુંબઈમાં થયું હતું. સિઝન 2નું શૂટિંગ લંડન, મુંબઈ, દિલ્લી અને ચેન્નઈમાં થયું. ત્યારે, હવે આગામી સિઝનના મહત્વના ભાગનું શૂટિંગ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં થાય તેવું લાગી રહ્યું છે. જેમાં, હાલ નાગાલેન્ડ, કોલકતા, મુંબઈ અને દિલ્લીમાં શૂટિંગ થઈ શકે છે.

(5:01 pm IST)