Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આ સિરીઝમાં દરેક પોઇન્ટ સામેલ છેઃ અમિકા શૈલ

ડિજીટલ પ્લેટફોર્મ પર જુનાની સાથે નવા કલાકારોને પણ ખુબ કામ મળી રહ્યું છે. તાજેતરમાં જ અમિકા શૈલ નામની અભિનેત્રીએ પહેલી વેબ-સિરીઝ 'છત્તીસ ઔર મૈના' દ્વારા કારકિર્દી શરૂ કરી છે. ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી આ સિરીઝ ડાન્સને સેન્ટર પોઇન્ટ બનાવીને તૈયાર કરવામાં આવી છે. જેમાં અમિકા 'ધાની'નું પાત્ર ભજવી રહી છે. જે  અમિકા કરતાં બિલકુલ જુદી છે. અમિકા કહે છે, 'હું મોડર્ન અને ધાની એકદમ ગામડાની સીધી, સાદી અને સરળ  છોકરી છે. ધાનીનું એક જ સપનું છે કે જલ્દી તેનાં લગ્ન થાય અને જલ્દી તે સુખી લગ્ન જીવન જીવે, પણ મારે માટે એ સાવ અવળું છે. અમિકાએ ધાનીના પાત્રને આત્મસાત્ કરવા માટે પોતાના ઘરે કામ કરવા આવનારી મહિલાને આઇડલ બનાવી હતી અને તેની સાથે વાતો કરી-કરીને, તેની સ્ટાઇલ જોઇ-જોઇને ગામડાની છોકરીના પાત્ર માટે તૈયાર થઇ હતી. આ સિરીઝમાં પ્રેમ, રાજનીતિ, રિલેશનશિપથી માંડીને ઓનલાઇન ડેટિંગ, ફ્રેન્ડશિપ, સોસાયટીના રીતરિવાજ અને પરિવારની અપેક્ષા જેવા દરેક પોઇન્ટ સામેલ છે.

(10:53 am IST)