Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વિશ્વાસમાં ન આવે એવી એ બાબત હતીઃ અવિકા ગોર

બાલિકા વધૂમાં બાળ કલાકાર તરીકે ઘરઘરમાં જાણીતી બનેલી અવિકા ગોર હવે યુવાન થઇ ટીવી શો ઉપરાંત ફિલ્મોમાં કામ કરી રહી છે. તાજેતરમાં તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્રીસમી જૂને તેણે ખાસ ઉજવણી કરી હતી અને એ દિવસે તેણે એક સાથે બે-ચાર નહિ પણ આઠ અલગ અલગ ભાષાની ફિલ્મો સાઇન કરી લીધી હતી. અવિકાએ અત્યંત ખુશી વ્યકત કરતાં કહ્યું હતું કે મને મળેલી આ તમામ ફિલ્મો જુદી જુદી ભાષાની છે. એક જ દિવસમાં આઠ ફિલ્મો સાઇન કરી એ જાહેર કરવું એ મારા માટે પાગલ કરી દેનારી અને વિશ્વાસમાં ન આવે તેવી બાબત છે. પણ આ સાચુ જ છે. આ બધી ફિલ્મો અલગ-અલગ ભાષાની છે. હું નસીબદાર છું અને યુનિવર્સની આભારી છું. જન્મ દિવસે મને આ સોૈથી મોટી ખુશી આપનારી ગિફટ છે. આ ખુશી હું કદી નહીં ભૂલું. આ બધું કામ મારા માટે એક મોટી જવાબદારી અને પડકારો સાથે આવ્યું છે.  હું એના માટે તૈયાર છું. ચાહકોની પ્રાર્થના અને શુભકામનાનો પણ અવિકાએ આભાર માન્યો હતો.

(10:53 am IST)