Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ક્રિતીની 'મિમી' રિલીઝ થશે ૩૦ જુલાઇએ

આ ફિલ્મ નેટફિલકસ અને જિયો સિનેમા પર રિલીઝ થવાની છે

મુંબઇ,તા.૧૨: ક્રિતી સેનનની 'મિમી'૩૦ જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં ક્રિતી સાથે પંકજ ત્રિપાઠી, મનોજ પાહવા અને સુપ્રિયા પાઠક પણ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિકસ અને જિયો સિનેમા પર રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ક્રિતીએ કેપ્શન આપી હતી, આ જુલાઈએ ખુશીથી ભરેલી ફિલ્મ તમને રડાવવા આવી રહી છે. એની સ્ટોરીની ઝલક તમને આગામી ૩ દિવસમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ૩૦ જુલાઈએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિકસ અને જિયો સિનેમા પર રિલીઝ થવાની છે.

(11:45 am IST)