Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અભિનેત્રી હિમાની શિવપુરીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : હોસ્પિટલમાં દાખલ

કોરોના પોઝીટીવ બાદ ડાયાબિટીસ સહીત અન્ય બીમારી હોવાથો તબીબોએ હોસ્પિટલાઇઝડ થવાની સલાહ આપી

જાણીતી ફિલ્મ અને ટીવી અભિનેત્રી હિમાની શિવપુરીને કોરોના વળગ્યો છે,59 વર્ષિય હિમાની શિવપુરીને સારવાર અર્થે મુંબઈની હોલી સ્પિરીટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અભિનેત્રી હિમાનીએ જણાવ્યુ હતું કે, હું થોડી વાર પહેલા જ હોલી સ્પિરીટ હોસ્પિટલમાં ભરતી થઈ છું, મને ડાયાબિટીસ જેવી અન્ય બિમારીઓ પણ છે. તો ડોક્ટર્સે મને હોસ્પિટલમાં ભરતી થવા જણાવ્યુ છે. નહીં તો હું ઘરમાં જ કોરન્ટાઈન રહેતી.

 હિમાનીએ લક્ષણો નજર આવતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આજે સવારે આ ટેસ્ટનું પરિણામ આવ્યુ હતું. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, હિમાની શિવપુરી હાલ ટીવી સીરીયલ હપ્પૂ કી ઉલ્ટન પુલ્ટનમાં એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હિમાનીએ 1984માં આવેલી ફિલ્મ અબ આયેગા મજાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. ત્યાર બાદ સૂરજ કા સાતવા ઘોડા, હમ આપકે હૈં કૌન, હમ સાથ સાથ હૈં, કભી ખુશી કભી ગમ, જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત હિમાનીએ હમરાહી, હસરતે, કસૌટી જિંદગી કી, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી.. જેવી હિટ ટીવી સીરીયલોમાં પણ કામ કર્યુ છે.

(5:15 pm IST)