Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

હવે કસરત કરવાનો સમય આવી ગયો છેઃ ઇશિતા દત્તા

બિહારના જમશેદપુરમાં જન્મેલી અભિનેત્રી ઇશિતા દત્તા અર્ભિીનેત્રી તનુશ્રી દત્તાની બહેન છે. ૨૦૧૨માં તેલુગુ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર ઇશિતાએ એ પછીના વર્ષમાં સ્ટાર પ્લસના ટીવી શો એક ઘર બનાઉંગામાં પૂનમ નાથનો રોલ નિભાવ્યો હતો. ત્યારબાદ નચ બલીયે-૬, રિસ્તો કા સોૈદાગર સહિતના શો કર્યા હતાં. દ્રશ્યમ ફિલ્મમાં તે અજય દેવગણની દિકરીના રોલમાં જોવા મળી હતી. ઇશિતાએ અભિનેતા વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં કડવા ચોથની તેની તસ્વીરોમાં તેનું પેટ મોટુ દેખાતુ હોઇ લોકોએ અને ખુદ સગા સંબંધીઓએ તેને પ્રેગનન્ટ હોવાનું સમજી વધામણી આપવાનું શરૂ કરી દીધું હતું. ઇશિતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે હું પ્રેગનન્ટ નથી. ખુબ વધુ મિઠાઇઓ અને ભોજનને કારણે મારું પેટ વધી ગયું છે. મને લાગે છે હવે એકસરસાઇઝ કરવાનો સમય આવી ગયો છે. જીમ પણ ખુલી ગયા હોઇ હવે હું એકાદ મહિનામાં ફરી ફીટ થઇ જઇશ. ઇશિતાને ટ્રાવેલીંગ અને કૂકીંગનો પણ શોખ છે.

(10:59 am IST)