Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સાન્યાની નવી ફિલ્મનું શુટીંગ શરૂ થશે જાન્યુઆરીમાં

અભિનેત્રી સાન્યા મલ્હોત્રા નવા પ્રોજેકટ પર કામ કરી રહી છે. તેની ફિલ્મ લવ હોસ્ટેલનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. સોશિયલ મિડીયા પર પણ સાન્યા સતત સક્રિય રહેતી હોઇ તે મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે. લવ હોસ્ટેલેમાં સાન્યા સાથે વિક્રાંત મેસ્સી અને બોબી દેઓલ મુખ્ય ભુમિકામાં છે. ઉત્તર ભારતની પૃષ્ઠભુમિ પર આ ફિલ્મ બની રહી છે. જેમાં એક યુવા કપલની સફરની કહાની છે. આ કપલ પોતાની જિંદગીના ખુબસુરત અંતની તલાશ કરી રહ્યું હોય છે.  તબાહી, ખુન ખરાબા, સત્તા, ધન અને સિધ્ધાંતોના ખેલમાં જિંદગી જીવવાની કહાની છે. જાન્યુઆરીમાં ફિલ્મ ફલોર પર જશે. સાન્યા ફિલ્મ લૂડોમાં પણ છે. જેમાં અભિષેક બચ્ચન, આદિત્ય રોય કપૂર, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ અને પંકજ ત્રિપાઠી પણ છે. સાન્યાએ કહ્યું હતું કે અનુરાગ બસુની આ ફિલ્મ કરવાનો અનુભવ અત્યંત યાદગાર રહ્યો છે. મારા માટે અહિ પડકારજનક કામ હતું.

(11:00 am IST)