Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સંજય દત્ત આ વર્ષે પરદેશમાં પરિવાર સાથે ઉજવશે દિવાળી

મુંબઈ: બોલિવૂડ એક્ટર સંજય દત્ત દિવાળી પાર્ટી માટે પ્રખ્યાત છે. તે દર વર્ષે દિવાળી પર તેના ઘરે એક મોટી પાર્ટી કરતો હતો જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ ભાગ લેતા હતા. પરંતુ આ વખતે તે પરિવાર સાથે દિવાળી ઉજવશે. સમાચાર છે કે તે પરિવારને મળવા માટે મુંબઇથી દુબઇ પહોંચ્યો છે અને આ વખતે તે ત્યાં દિવાળી ઉજવશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે સંજય દત્ત આ વખતે પરિવાર સાથે દિવાળી ઉજવશે. આ માટે તે દુબઈ પહોંચી ગયો છે જ્યાં તે પત્ની મનાતા દત્ત અને બાળકો સાથે દિવાળી ઉજવશે. લોકડાઉન થયા બાદથી મન્યાતા અને તેના બાળકો દુબઇમાં રહેતા હતા. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે સરકારની માર્ગદર્શિકાને કારણે સંજય દત્ત દિવાળી પર કોઈ પાર્ટી આપી રહ્યા નથી. કેજીએફ 2 ફિલ્મના સેટ પર પાછા ફરતા પહેલા તે પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.

(5:34 pm IST)